SUV Tata Punch: 5-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી આ કારે બનાવ્યો મોટો રેકોર્ડ, 5 લાખથી વધુ યુનિટ વેચાયા
SUV Tata Punch: ટાટા પંચને 2021માં લોન્ચ કરવામાં આવી હતી અને 38 મહિનામાં કંપની આની 5 લાખ યુનિટ્સ વેચવામાં સફળ રહી છે. આ કાર ગયા વર્ષે ભારતની સૌથી વધુ વેચાતા SUV બની હતી અને હવે એક નવો માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે.
5 લાખ યુનિટનું વેચાણ
ટાટા પંચે એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન 1 લાખ 48 હજાર યુનિટ્સ વેચી છે. અત્યાર સુધી કુલ 5 લાખ 4 હજાર 447 યુનિટ્સ વેચાઇ ચૂક્યાં છે, જે કંપની માટે એક મોટી સિદ્ધિ છે.
એન્જિન અને વેરિયન્ટ્સ
ટાટા પંચમાં 1.2-લિટર રેવાન્ટ્રોન ઈન્જિન છે, જે 6,700 rpm પર 87.8 PS પાવર અને 3,150 થી 3,350 rpm વચ્ચે 115 Nm ટોર્ક આપે છે. આમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ટોપ વેરિયન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
માઈલેજ
ટાટા પંચના પેટ્રોલ વેરિયન્ટમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ARAI માઇલેજ 20.09 kmpl છે, જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આ કાર 18.8 kmpl માઇલેજ આપે છે. CNG વેરિયન્ટનો ARAI માઇલેજ 26.99 km/kg છે.
કલર ઓપ્શન્સ અને ડિઝાઇન
ટાટા પંચ 31 વેરિયન્ટ્સ અને પાંચ કલર ઓપ્શન્સ સાથે ઉપલબ્ધ છે. તેમાં R16 ડાયમંડ કટ અલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે અને તેને ગ્લોબલ NCAPથી 5-સ્ટાર સેફટી રેટિંગ મળી છે.
આ ટાટા પંચની સુરક્ષા અને લોકપ્રિયતા છે, જે તેને ભારતીય બજારમાં શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.