suzuki e-access: સુઝુકીનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર આ મહિનામાં થશે લોન્ચ! શું તે એક્ટિવા ઇલેક્ટ્રિકને ટક્કર આપશે?
suzuki e-access: સુઝુકી મોટરસાયકલ ઇન્ડિયા આ મહિનામાં તેનો પહેલો ઇલેક્ટ્રિક સ્કૂટર E-Access લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેને પ્રથમ વખત ઓટો એક્સ્પો 2025માં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં તેના પ્રીમિયમ અને સ્ટાઇલિશ ડિઝાઇનને લોકો તરફથી સારી પ્રતિસાદ મળ્યો હતો. જોકે, તે સમયે કિંમત જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ હવે અહેવાલો મુજબ, કંપની ટૂંક સમયમાં તે ભારતીય બજારમાં રજૂ કરશે.
suzuki e-access: આ સ્કૂટરનો સીધો મુકાબલો હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક, TVS iQube, ઓલા ઇલેક્ટ્રિક અને Ather સાથે થશે. આવો જાણીએ તેની સંભવિત કિંમત અને શાનદાર ફીચર્સ વિશે.
બેટરી, રેન્જ અને પરફોર્મન્સ
મોટર: 4.1kW ઇલેક્ટ્રિક મોટર
ટોર્ક: 15Nm પીક ટોર્ક
બેટરી: 3.07kWh બેટરી પૅક
રેન્જ: સંપૂર્ણ ચાર્જ પર 95km
ટોપ સ્પીડ: 71kmph
ચાર્જિંગ ટાઈમ:
પોર્ટેબલ ચાર્જરથી 6 કલાક 42 મિનિટ
ફાસ્ટ ચાર્જરથી 2 કલાક 12 મિનિટ
ડિઝાઇન અને ફીચર્સ
સુઝુકી E-Access ત્રણ ડ્યુઅલ-ટોન કલર ઓપ્શન સાથે આવશે:
મેટાલિક મેટ બ્લેક નંબર 2 / મેટાલિક મેટ બોર્ડો રેડ
પર્લ ગ્રેસ વ્હાઈટ / મેટાલિક મેટ ફાઈબ્રોઇન ગ્રે
પર્લ જેડ ગ્રીન / મેટાલિક મેટ ફાઈબ્રોઇન ગ્રે
આ સ્કૂટરનું લૂક ખુબજ આકર્ષક અને યુથ-ફ્રેન્ડલી છે. એની સીટ આરામદાયક છે, જે લાંબી સફર માટે અનુકૂળ છે.
ટેક્નોલોજી અને કનેક્ટિવિટી ફીચર્સ
TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ – ઓડોમિટર, રેન્જ, બેટરી સ્ટેટસ, ટ્રિપમિટર વગેરે
કનેક્ટિવિટી – ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ટ્રાફિક અપડેટ
રાઇડ મોડ્સ – ઇકો, રાઇડ A અને રાઇડ B
કી-ફોબ – દૂરથી સ્કૂટરને લૉક/અનલૉક કરવાની સુવિધા
આરામ અને સલામતી
ટેલિસ્કોપિક ફોર્ક અને મોનોશોક સસ્પેન્શન – ખરાબ રસ્તાઓ પર પણ સમતોલ સવારી
12-ઇંચ એલોય વ્હીલ્સ
સીટ હાઇટ – 765mm
ગ્રાઉન્ડ ક્લિયરેન્સ – 165mm
કર્બ વેઇટ – 122kg
સંભવિત કિંમત
સુઝુકી E-Access ની એક્સ-શો રૂમ કિંમત 1.20 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.