Tata Tiago Price Hike: ટાટા ટિયાગો માટે નવી કિંમત, જાણો કયા વેરિએન્ટમાં થયો ભાવ વધારો
Tata Tiago Price Hike: ટાટા ટિયાગોની કિંમતમાં તાજેતરમાં 10,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જોકે તેના બેઝ મોડેલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે, ટાટા ટિયાગોના બેઝ પેટ્રોલ અને CNG વેરિઅન્ટ સિવાય, અન્ય વેરિઅન્ટના ભાવમાં 5,000 થી 10,000 રૂપિયાનો વધારો થયો છે. ટિયાગો હવે 5 લાખ રૂપિયાથી 8 લાખ 75 હજાર રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
ટાટા ટિયાગોમાં 1199 cc 1.2-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન છે જે 6,000 rpm પર 86 PS પાવર અને 3,300 rpm પર 113 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ટિયાગો CNG વેરિઅન્ટ 6,000 rpm પર 75.5 PS પાવર અને 3,500 rpm પર 96.5 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
ટિયાગોનું પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ 20.09 કિમી/લીટર માઈલેજ આપે છે, જ્યારે ઓટોમેટિક વેરિઅન્ટ 19 કિમી/લીટર માઈલેજ આપે છે. CNG વેરિઅન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 26.49 કિમી/કિલોગ્રામ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 28.06 કિમી/કિલોગ્રામ માઇલેજ આપે છે.
આ વધારો ટિયાગોના બેઝ પેટ્રોલ અને CNG વેરિયન્ટ્સ સિવાયના તમામ વેરિયન્ટ્સ પર લાગુ થશે.