TVS Jupiter CNG આ મહિનામાં થશે લોન્ચ! મળશે 226 કિલોમીટર માઇલેજ
TVS Jupiter CNG આ મહિનામાંલોન્ચ થવા જઈ રહી છે. આ સ્કૂટરને પ્રથમવાર ઓટો એક્સપો 2025માં રજૂ કરવામાં આવ્યું હતું, અને હવે તે બજારમાં આવવા માટે તૈયાર છે. TVSનું આ પહેલું CNG સ્કૂટર હશે, અને આ વર્ષે ઓટો એક્સપો દરમ્યાન કંપનીએ તેને ભવ્ય રીતે રજૂ કર્યું હતું. આ સ્કૂટરમાં CNG ટાંકને જે રીતે ફિટ કરાયું છે તે ખરેખર અદભુત છે. સ્રોતોના જણાવ્યા અનુસાર, આ મહિનામાં નવા Jupiter CNGનું લોન્ચિંગ થવાનું છે અને તેની કિંમતનો પણ ખુલાસો કરવામાં આવી શકે છે. અનુમાન છે કે તેની કિંમત 95,000 થી શરૂ થઈ શકે છે, જ્યારે પેટ્રોલ વેરિએન્ટની કિંમત હાલમાં 88,174 (એક્સ-શોરૂમ) થી 99,015 (એક્સ-શોરૂમ) સુધી છે.
CNG ટાંકીનું સ્થાન અને ફીચર્સ
TVS Jupiter CNGમાં 1.4 કિલોગ્રામનો CNG ફ્યુઅલ-ટાંકીલગાવવામાં આવી છે, જે સીટની નીચે બૂટ સ્પેસમાં સ્થિત છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટર ખૂબ જ સુરક્ષિત છે અને CNG સાથે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
226 કિલોમીટર માઇલેજ
કંપનીનો દાવો છે કે Jupiter CNG એક કિલો CNGમાં 84 કિલોમીટર સુધીનો માઇલેજ આપશે. પેટ્રોલ અને CNGના સંયોજનમાં તેનો માઇલેજ લગભગ 226 કિલોમીટર સુધી હોવા ની ધારણા છે. આ સ્કૂટરમાં OBD2B કમ્પ્લાયન્ટ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5.3bhp ની પાવર અને 9.4Nmનો ટોર્ક જનરેટ કરે છે.
ડિઝાઇન અને અન્ય વિશેષતાઓ
Jupiter CNGનું ડિઝાઇન પેટ્રોલ વેરિએન્ટ જેટલું જ રહેશે, પરંતુ લોન્ચ કરતી વખતે તેમાં કેટલીક અપડેટ્સ કરવામાં આવી શકે છે. તેમાં 2-લિટરનો પેટ્રોલ ફ્યુઅલ-ટાંક પણ આપવામાં આવ્યો છે, જેનો નોઝલ ફ્રન્ટ એપ્રોનમાં આપવામાં આવ્યું છે. Jupiter CNGમાં 125ccનો સિંગલ-સિલિન્ડર એન્જિન હશે અને તેની ટોપ-સ્પીડ 80 kmph હોઈ શકે છે.
આ સ્કૂટરમાં સેગમેન્ટની સૌથી મોટી સીટ આપવામાં આવી છે, ઉપરાંત મેટલ બોડી, એક્સટર્નલ ફ્યુઅલ લિડ અને ઓલ-ઇન-વન લૉક જેવા ફીચર્સ પણ આપ્યા છે. હાલમાં TVS એ એકમાત્ર બ્રાન્ડ છે જે CNG સ્કૂટર લૉન્ચ કરવાનો છે, અને એવું માનવામાં આવે છે કે બજારમાં માત્ર એક જ CNG સ્કૂટર હોવાને કારણે કંપનીને ફાયદો થશે.