TVS Jupiter CNG: 226km માઈલેજ સાથે આ મહિને થશે લોન્ચ!
TVS Jupiter CNG આ મહિને ભારતમાં લોન્ચ થઈ શકે છે. અગાઉ સમાચાર હતા કે નવા CNG સ્કૂટરને આ વર્ષના મે-જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવશે. આ વર્ષના ઓટો એક્સ્પોમાં TVS એ તેનું પ્રથમ CNG સ્કૂટર Jupiter 125 રજૂ કર્યું હતું.
TVS Jupiter CNG: બજાજ ઓટો પછી હવે TVS મોટર પણ CNG સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. ઓટો એક્સ્પોમાં રજૂ થયેલા આ સ્કૂટરને લઈને ગ્રાહકોમાં ખૂબ ઉત્સાહ છે. કંપનીએ 1.4 કિલોગ્રામનું CNG ફ્યુઅલ ટાંકિ જુપિટરમાં ફિટ કરી છે, જે સીટની નીચે બૂટ-સ્પેસમાં આપવામાં આવી છે.
અગાઉ ખબર હતી કે તેને મે-જૂનમાં લોન્ચ કરવામાં આવશે, પણ હવે માહિતી મળી છે કે TVS તેને આ જ મહિને લોન્ચ કરી શકે છે.
કિંમત અને માઈલેજ
TVS ના નવા CNG સ્કૂટરની સંભવિત કિંમત અંદાજે 1 લાખ સુધી હોઈ શકે છે. કંપનીનો દાવો છે કે આ સુરક્ષિત અને ઉચ્ચ માઈલેજ આપતું CNG સ્કૂટર હશે.
- માઈલેજ:
- 1 કિલોગ્રામ CNG પર 84 કિમી સુધી ચાલી શકે.
- પેટ્રોલ અને CNG સાથે મળીને 226 કિમી સુધી રેન્જ આપશે.
- ફક્ત પેટ્રોલ પર 40-45 kmpl માઈલેજ મળશે.
- 2-લિટર પેટ્રોલ ટાંકિ પણ આપવામાં આવી છે, જેનુ નોઝલ ફ્રન્ટ એપ્રોન પર છે.
એન્જિન અને સ્પીડ
Jupiter CNGમાં 125cc સિંગલ-સિલિન્ડર એન્જિન હશે, જે 7.1 bhp પાવર અને 9.4 Nm ટોર્ક જનરેટ કરશે. સ્કૂટરની ટોપ-સ્પીડ 80 kmph રહેશે.
ડિઝાઇન અને ફીચર્સ
આ નવા સ્કૂટરના ડિઝાઇનમાં મોટા ફેરફાર જોવા નહીં મળે, તે હાલના પેટ્રોલ મોડેલ જેવું જ હશે. ફીચર્સમાં સમાવેશ થાય છે:
- એક્સટર્નલ ફ્યુઅલ લિડ
- ફ્રન્ટમાં મોબાઇલ ચાર્જર
- સેમી-ડિજિટલ સ્પીડોમીટર
- બોડી બેલેન્સ ટેકનોલોજી
- ઓલ-ઇન-વન લૉક સિસ્ટમ
- સાઇડ સ્ટેન્ડ ઈન્ડિકેટર
ભારતમાં આ સ્કૂટર માટે ગ્રાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, અને તે લૉન્ચ થતાં જ બજારમાં ધૂમ મચાવી શકે છે!