Ultraviolette Tesseract Electric Scooter: 100 રૂપિયામાં 500 કિલોમીટરની રેન્જ, જાણો ફીચર્સ અને કિંમત
Ultraviolette Tesseract Electric Scooter: Ultraviolette એ તેનું પહેલું હાઇ-ટેક ઇલેક્ટ્રિક સ્કૂટર Tesseract લોન્ચ કર્યું છે, જે ફાઈટર જેટથી પ્રેરિત ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની કીમત 1.20 લાખ (ઇન્ટ્રોડક્ટરી પ્રાઈસ) રાખી છે, જે પહેલી 10,000 ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે, અને પછી તેની કીમત 1.45 લાખ (એક્સ-શોરૂમ) થશે.
કિંમત અને રેન્જ
આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસિયત એ છે કે આ 100ના ખર્ચમાં 500 કિલોમીટર સુધી દોડશે. સંપૂર્ણ ચાર્જ પર આ સ્કૂટર 261 કિલોમીટરના રેન્જ આપે છે (IDC ક્લેમ્ડ રેન્જ). તેમાં 20 hp પાવર આપતી ઇલેક્ટ્રિક મોટર છે, જે તેને માત્ર 2.9 સેકંડમાં 0 થી 60 km/h ઝડપ હાંસલ કરવાની ક્ષમતા આપે છે. તેની ટોપ સ્પીડ 125 કિલોમીટર પ્રતિ કલાક છે.
ડિઝાઇન અને ફીચર્સ
Tesseractનું ડિઝાઇન ફાઈટર જેટથી પ્રેરિત છે અને તેમાં શાર્પ કટ્સ અને ક્રીઝ છે તેમજ ફ્લોટિંગ DRL અને ડ્યુઅલ LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ છે. આ સ્કૂટરમાં 7-ઇંચ TFT ટચ સ્ક્રીન, 34-લીટર અંડરસીટ સ્ટોરેજ, 14-ઇંચ વ્હિલ્સ, અને ફ્રન્ટ અને રિયર રડાર ટેક્નોલોજી શામેલ છે. તે ઉપરાંત, તેમાં બ્લાઈન્ડ સ્પોટ મોનીટરીંગ, ઓવર્ટેક એલર્ટ, લેને ચેંજ આસિસ્ટ, રિયર કોલિજન એલર્ટ, ઇન્ટિગ્રેટેડ ડેશકેમ અને હેપ્ટિક ફીડબેક જેવા એડવાન્સ ફીચર્સ પણ છે.
આ સ્કૂટર ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.