Upcoming EVs: MG અને Kiaની બે હાઈ-પરફોર્મન્સ ઈલેક્ટ્રિક કાર આ મહિનામાં થશે લોન્ચ, રેન્જ 650km સુધી!
Upcoming EVs: માર્ચ 2025માં ભારતમાં અનેક નવી કારો લોન્ચ થવાની છે, પરંતુ તેમાં સૌથી ખાસ MG Cyberster અને Kia EV6 રહેશે. આ બંને કારોને Auto Expo 2025માં રજૂ કરવામાં આવી હતી અને હવે તે ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. જો તમે પ્રિમિયમ ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ મહિનો તમારા માટે ખાસ બની શકે છે. ચાલો, આ કારોની વિગતો અને અંદાજિત કિંમતો વિશે જાણીએ.
MG Cyberster
- લૉન્ચ: માર્ચ 2025
- બેટરી: 77 kWh બેટરી પૅક
- પરફોર્મન્સ: 510 PS પાવર અને 725 Nm ટૉર્ક
- ઝડપ: 0-100 કિમી/કલાક ફક્ત 3.2 સેકન્ડમાં
- અંદાજિત રેન્જ: 500+ કિમી
- અંદાજિત કિંમત: 50 લાખ (એક્સ-શોરૂમ)
MG Cyberster કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક કન્વર્ટિબલ કાર હશે, જેના શાનદાર ડિઝાઈન અને હાઈ-પરફોર્મન્સ ફીચર્સને લીધે તે ખૂબ ચર્ચામાં છે. આ કાર સાંભર સાલ્ટ લેક પર પોતાની ગતિ અને પરફોર્મન્સ સાબિત કરી ચૂકી છે. આ કારનું વેચાણ MGના પસંદગીના શોરૂમ્સમાં થશે.
2025 Kia EV6
- લૉન્ચ: માર્ચ 2025
- બેટરી: 84 kWh બેટરી પૅક
- અંદાજિત રેન્જ: 650+ કિમી
નવા ફીચર્સ
- નવી LED હેડલાઈટ્સ
- અપડેટેડ અલોય વ્હીલ્સ
- બે-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ
- નવું સેન્ટર કન્સોલ
- અંદાજિત કિંમત: 63 લાખ (એક્સ-શોરૂમ)
Kia India આ મહિનામાં પોતાની લક્ઝરી ઈલેક્ટ્રિક કાર EV6 નું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. આ પ્રિમિયમ કાર શાનદાર રેન્જ અને એડવાન્સ ફીચર્સ સાથે આવશે. જો કે, આ કિંમત પર BYD, BMW અને Volvo જેવા અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
જો તમે આ મહિનામાં હાઈ-પરફોર્મન્સ ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ બે મોડલ્સ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે!