Vayve EVA: 250km રેન્જ અને 45 મિનિટમાં ચાર્જ, ભારતમાં પહેલી સોલર ઇલેક્ટ્રિક કાર લૉન્ચ થશે
Vayve EVA: Vayve મોબિલિટી ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં તેની સોલર પાવર્ડ ઇલેક્ટ્રિક કાર EVAનું અપગ્રેડેડ વર્ઝન રજૂ કરવા જઈ રહી છે. આ કાર ભારતની સૌપ્રથમ સોલાર ઇલેક્ટ્રિક કાર છે, જે એકવાર સંપૂર્ણ ચાર્જ થયા બાદ 250 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ સિવાય કારની છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલ્સથી તે એક વર્ષમાં 3000 કિલોમીટર સુધીની રેન્જ મેળવી શકે છે.
સુવિધાઓ અને ચાર્જિંગ સમય
Vayve EVAમાં અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ છે, જેના કારણે આ કાર માત્ર 5 મિનિટમાં 50 કિલોમીટરની રેન્જ મેળવી શકે છે. આ સિવાય આ કાર માત્ર 5 સેકન્ડમાં 0 થી 40 kmphની ઝડપ પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 70 kmph સુધી છે.
ઓછા ખર્ચે મુસાફરી
આ સોલાર ઇલેક્ટ્રિક કાર માત્ર 0.50 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે ચાલશે, જે તેને આર્થિક બનાવે છે.
કિંમત અને લોન્ચ
Vayve EVAની કિંમત લગભગ 10 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે, પરંતુ કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર કિંમત વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. જો આ કાર તેની કિંમતમાં બજેટ સેગમેન્ટને ટચ કરે છે, તો તે ભારતીય બજારમાં મોટી સફળતા મેળવી શકે છે.