Volkswagen Tiguan R-Line: નવી Tiguan R-Line એ ભારતમાં 5-સ્ટાર સેફ્ટી સાથે લોન્ચ, જાણો મુખ્ય ફિચર્સ
Volkswagen Tiguan R-Line: આ કાર હવે પહેલા કરતા વધુ સ્પોર્ટી લુક અને શાનદાર ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે. તે 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 7-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સ દ્વારા સંચાલિત છે.
Volkswagen Tiguan R-Line: લાંબા સમય સુધી રાહ જોયા પછી, ફોક્સવેગન ઇન્ડિયાએ ભારતમાં તેની નવી સ્પોર્ટી SUV ટિગુઆન આર-લાઇન લોન્ચ કરી છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ૫૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે, જોકે આ કિંમત પ્રારંભિક છે અને ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે. ફોક્સવેગન કહે છે કે આ કાર નવા MQB ઇવો પ્લેટફોર્મના અપડેટેડ વર્ઝન પર બનાવવામાં આવી છે.
Tiguan R-Lineના ફિચર્સ અને ઇન્ટીરીયર્સ
Tiguan R-Line ને નવી સ્પોર્ટી અને શાર્પ લુક આપવામાં આવ્યો છે. તેમાં 15.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, પ્રો એડેપ્ટિવ સસ્પેંશન અને ઓલ-વ્હીલ ડ્રાઇવ મોડ શામેલ છે. 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આ કાર હવે પહેલાથી વધારે પાવરફુલ બની ગઈ છે. આ કારમાં 7-સ્પીડ ડીએસજી ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ છે, જેના કારણે ડ્રાઇવિંગનો અનુભવ વધુ ઉત્તમ થાય છે.
કલર ઓપ્શન
Volkswagenની આ સ્પોર્ટી કાર 6 અલગ-અલગ રંગોમાં ઉપલબ્ધ થશે, જેમાં પર્સિમોન રેડ મેટલિક અને સિપ્રેસિનો ગ્રીન મેટલિક શામેલ છે. તમે તેને કંપનીની અધિકારીક વેબસાઇટ અથવા નજીકના ડીલરશિપ પરથી બુક કરી શકો છો.
સેફ્ટી ફિચર્સ
Tiguan R-Line માં 9 એરબેગ્સ અને ADAS લેવલ 2 ફિચર્સ શામેલ છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેને NCAP સેફ્ટી રેટિંગમાં 5-સ્ટાર રેટિંગ મળી છે, જે તેની સુરક્ષાને સાબિત કરે છે.
આ કાર એક પ્રીમિયમ સ્પોર્ટી એસયૂવી છે, જે Volkswagen ની Golf GTI સાથે વેચાશે અને ભારતીય બજારમાં તેના સેગમેન્ટમાં એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.