T20 વર્લ્ડ કપ વિવાદ બાદ બાંગ્લાદેશ નમ્યું: ભારત સાથે સંબંધો સુધારવા હાથ મિલાવ્યા

3 Min Read

ક્રિકેટ કૂટનીતિ: ICC T20 વર્લ્ડ કપ વિવાદ બાદ બાંગ્લાદેશના વલણમાં નરમાશ; ભારત સાથે સંબંધો સુધારવા નવી સરકાર સક્રિય

ICC T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સર્જાયેલા અભૂતપૂર્વ તણાવ બાદ હવે પડોશી દેશ બાંગ્લાદેશ તરફથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકારના આગમન સાથે જ ભારત પ્રત્યેના વલણમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અગાઉ સુરક્ષાના કારણોસર ભારત આવવાનો ઈનકાર કરનાર બાંગ્લાદેશ હવે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધોને પુનઃજીવિત કરવા માટે ઉત્સુક જણાય છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પૂર્વ પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલ ઓચિંતા ઓસ્ટ્રેલિયા રવાના થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

નવી સરકારની પ્રાથમિકતા: ‘પડોશી પ્રથમ’

બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) સરકારના નવનિયુક્ત યુવા અને રમતગમત મંત્રી અમીનુલ હકે સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથેના સંબંધોમાં પડેલી તિરાડને દૂર કરવી એ સરકારની પ્રાથમિકતા છે. હકે ભારતીય ઉપ હાઈકમિશનર સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશ તેના પડોશી દેશો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. ક્રિકેટમાં ઉભા થયેલા વિવાદોને આંતરરાષ્ટ્રીય નિયમો અને પારદર્શક સંવાદ દ્વારા ઉકેલવામાં આવશે.”

- Advertisement -

ban.jpg

તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે ICCના નિયમોનું સન્માન કરીએ છીએ અને ભારત સાથેના ક્રિકેટ સંબંધોને ફરીથી પાટા પર લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયત્નો તેજ કરવામાં આવશે.”

- Advertisement -

તણાવની પૃષ્ઠભૂમિ: મુસ્તફિઝુર અને સુરક્ષાના મુદ્દા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વિવાદના મૂળ જાન્યુઆરી 2026માં નખાયા હતા. આઈપીએલ (IPL) ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવામાં આવતા BCBએ નારાજગી વ્યક્ત કરી હતી. આ વિવાદ એટલો વકર્યો કે બાંગ્લાદેશે સુરક્ષા કારણો ધરીને T20 વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ કરવાનો ઈનકાર કરી દીધો, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ટૂર્નામેન્ટના આયોજનમાં ફેરફાર કરવા પડ્યા હતા. આ ઘટનાએ બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે અવિશ્વાસની ખાઈ ઊંડી કરી હતી.

BCBમાં મોટા ફેરફારના સંકેત: બુલબુલ ઓસ્ટ્રેલિયા રવાના

રમતગમત મંત્રી અમીનુલ હકે પૂર્વ બોર્ડ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તાજેતરની ચૂંટણી પ્રક્રિયાને “શંકાસ્પદ” ગણાવી છે. તેમણે સંકેત આપ્યો કે બોર્ડના માળખામાં મોટા પાયે સુધારા કરવામાં આવશે. આ રાજકીય હલચલ વચ્ચે BCB ના પ્રભાવશાળી નેતા અમીનુલ ઇસ્લામ બુલબુલ અચાનક “અંગત કારણોસર” ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગયા છે, જેને લઈને રમતગમત વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ તપાસથી બચવા માટે દેશ છોડી ગયા હોઈ શકે છે.

ban11.jpg

- Advertisement -

દિગ્ગજોની વાપસી અને કેસોની સમીક્ષા

બાંગ્લાદેશ ક્રિકેટના બે સૌથી મોટા નામ શાકિબ અલ હસન અને મશરફે મોર્તઝા હાલમાં કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 2024ના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની વિરુદ્ધ નોંધાયેલા કેસોને લઈને સરકાર નરમ વલણ અપનાવી શકે છે. મંત્રી હકે આ બંને પૂર્વ કેપ્ટનોને ફરીથી ક્રિકેટ પ્રશાસન અથવા રાષ્ટ્રીય ટીમ સાથે જોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી બાંગ્લાદેશ ક્રિકેટને ફરીથી બેઠું કરી શકાય.

Share This Article