Bank Holiday: સરકારી નીતિઓના વિરોધમાં ભારત બંધ, ટ્રેડ યુનિયનોએ મોટી જાહેરાત કરી
Bank Holiday: 9 જુલાઈ 2025 ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશના 10 મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બેંકો, વીમા, પોસ્ટ, હાઇવે, બાંધકામ જેવા અનેક ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ બંધનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરવાનો છે, જેને યુનિયનો કોર્પોરેટ-મૈત્રીપૂર્ણ અને મજૂર વિરોધી માને છે.
ખેડૂત સંગઠનો અને ગ્રામીણ મજૂર સંગઠનો પણ આ ભારત બંધમાં ભાગ લેશે. ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે સરકારની વર્તમાન નીતિઓ ખાનગી કંપનીઓને ફાયદો કરાવી રહી છે, જ્યારે કામદારોના અધિકારો અને હિતોને અવગણવામાં આવી રહ્યા છે.
ભારત બંધમાં ભાગ લેનારા મુખ્ય યુનિયનો:
- ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)
- ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)
- હિંદ મજદૂર સભા (HMS)
- સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)
- ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC)
- ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર (TUCC)
- સ્વ-રોજગાર મહિલા સંગઠન (SEWA)
- ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ ટ્રેડ યુનિયન કાઉન્સિલ (AICCTU)
- લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)
- યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)
કઈ સેવાઓ પ્રભાવિત થશે?
- બેંકિંગ અને નાણાકીય સેવાઓ પ્રભાવિત થશે.
- સરકારી કચેરીઓમાં સામાન્ય કામગીરી પ્રભાવિત થશે.
- કોલસા ખાણકામ અને કારખાનાઓમાં કામ બંધ રહેશે.
- પોસ્ટ ઓફિસ સેવાઓ ખોરવાઈ શકે છે.
- રાજ્ય સ્તરની પરિવહન અને સ્થાનિક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
- NMDC, સ્ટીલ અને ખનિજ ક્ષેત્રની સરકારી કંપનીઓના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે.
હિંદ મઝદૂર સભાના પ્રતિનિધિ હરભજન સિંહ સિદ્ધુએ કહ્યું છે કે “આ પ્રદર્શનમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાંથી મજબૂત ભાગીદારી જોવા મળશે.”