રાજકોટમાં બેંક લોકરમાંથી કરોડોનું સોનું ગાયબ, નવ મહિના સુધી દબાયો મામલો

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

પોલીસ અને એફએસએલ કરશે સંયુક્ત તપાસ

રાજકોટ શહેરમાં એક ખાનગી બેંકના લોકરમાંથી મોટી માત્રામાં સોનું ગાયબ થવાની ઘટનાએ હલચલ મચાવી છે. એ ડિવિઝન સ્ટેશન પ્લોટ અને ગોંડલ રોડ નજીક આવેલી ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી અંદાજે એક કિલો જેટલું સોનું ગુમ થયાનું સામે આવ્યું છે. હાલની બજાર કિંમત મુજબ આ સોનાની કિંમત આશરે એક કરોડ 35 લાખ રૂપિયા આસપાસ થાય છે. ઘટનાની જાણ બહાર આવતા જ બેંકિંગ ક્ષેત્રમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે.

ગોલ્ડ લોનમાં મૂકાયેલ સોનું ગાયબ

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ગાયબ થયેલું સોનું ગોલ્ડ લોન અંતર્ગત ગ્રાહકો દ્વારા લોકરમાં રાખવામાં આવ્યું હતું. વધુ ચોંકાવનારી બાબત એ છે કે ગત માર્ચ મહિનામાં ઓડિટ દરમિયાન આ સોનું ગાયબ હોવાની નોંધ મળી હતી. છતાં પણ તે સમયે બેંકના જવાબદાર અધિકારીઓએ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહોતી. નવ મહિના સુધી મામલો દબાવી રાખવામાં આવ્યો હોવાની શંકા ઉઠી છે.

Bank Locker Scam Rajkot 1.jpeg

- Advertisement -

અધિકારીઓની ભૂમિકા શંકાના ઘેરામાં

હાલ પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી ચોરી કેવી રીતે અને કોણે કરી તે બાબતે સ્પષ્ટતા થઈ નથી. લાંબા સમય સુધી ઘટના છુપાવનાર બેંક અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ બની છે. આ કારણે પોલીસ દ્વારા તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Bank Locker Scam Rajkot 2.jpeg

- Advertisement -

એફએસએલ ટીમ કરશે ઊંડાણપૂર્વક તપાસ

મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં ગાંધીનગર સ્થિત એફએસએલ ટીમ દ્વારા પણ આ કેસની તપાસ હાથ ધરવામાં આવશે. લોકર સિસ્ટમ, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને ઓડિટ પ્રક્રિયાની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. આ ઘટનાએ બેંકિંગ વ્યવસ્થાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.