બેંક ઓફ બરોડાની BGSSL કંપનીમાં 2049 પદો પર બમ્પર ભરતી: ફ્રેશર્સ માટે સુવર્ણ તક

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

સરકારી કંપનીમાં 2000થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી! પરીક્ષા વગર સીધો જ ઇન્ટરવ્યુ, જાણો વિગત

બેંક ઓફ બરોડા (Bank of Baroda) ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની ‘બરોડા ગ્લોબલ શેર-ડ સર્વિસીસ લિમિટેડ’ (BGSSL) દ્વારા દેશભરમાં વિવિધ વિભાગોમાં 2,049 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અભિયાન હેઠળ ફ્રેશર્સ ઉમેદવારોની સાથે-સાથે સંબંધિત ક્ષેત્રમાં કામનો અનુભવ ધરાવતા પ્રોફેસનલ્સ માટે પણ કરિયર બનાવવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી છે.

BGSSL દ્વારા જાહેર કરવામાં આવેલા શોર્ટ નોટિસ મુજબ, કલેક્શન્સ, ડિજિટલ બેંકિંગ, ગ્લોબલ ટ્રેડ સર્વિસ, રિટેલ સેલ્સ, હ્યુમન રિસોર્સિસ (HR), ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT), ફિલ્ડ કલેક્શન, ડિજિટલ ઓનબોર્ડિંગ અને આધાર ઓપરેશન્સ જેવા અનેક મહત્વપૂર્ણ વિભાગોમાં આ નિમણૂકો કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે.

- Advertisement -

EPFO Recruitment

કયા વિભાગમાં કેટલી જગ્યાઓ? (પદોનું સંપૂર્ણ વિવરણ)

BGSSL દ્વારા બહાર પાડવામાં આવેલી કુલ 2,049 જગ્યાઓનું પદવાર વર્ગીકરણ નીચે મુજબ છે:

- Advertisement -
  • ફિલ્ડ કલેક્શન ઓફિસર્સ: 400 પદ

  • ડિજિટલ ઓનબોર્ડિંગ સ્પેશિયાલિસ્ટ (પાર્ટ ટાઇમ): 400 પદ

  • આધાર ઓપરેટર (પાર્ટ ટાઇમ): 400 પદ

  • સેલ્સ ઓફિસર (ASM-RSM): 350 પદ

  • એપ્રિન્ટિસ (ટેલી કોલિંગ): 150 પદ

  • ટેલી કલેક્શન એજન્ટ (ડેટ રિકવરી એજન્ટ): 100 પદ

  • એક્ઝિક્યુટિવ (એટીએમ-રિકોન્સિલિયેશન-તકરાર-ડેબિટ કાર્ડ): 40 પદ

  • એક્ઝિક્યુટિવ (CASA-FCNR કોલિંગ): 40 પદ

  • એક્ઝિક્યુટિવ ટ્રેડ ફાઇનાન્સ ઓપરેશન્સ: 25 પદ

  • એક્ઝિક્યુટિવ – સીનિયર એક્ઝિક્યુટિવ (મેકર્સ): 20 પદ

  • એક્ઝિક્યુટિવ ડેબિટ કાર્ડ ઓપરેશન્સ: 10 પદ

  • M-DM લીડ્સ ટેલી કલેક્શન: 06 પદ

  • MIS એનાલિસ્ટ: 03 પદ

  • પ્રોક્યોરમેન્ટ મેનેજર: 01 પદ

  • ડિપ્યુટી મેનેજર (HR અને એડમિન): 01 પદ

  • ડેસ્કટોપ સપોર્ટ એનાલિસ્ટ: 01 પદ

  • ફિલ્ડ કલેક્શન ઓફિસર: 01 પદ

  • M-ડિપ્યુટી મેનેજર (L&D): 01 પદ

અરજી કરવાની છેલ્લી તારીખ અને રીત

BGSSL ભરતી 2026 માટે અરજી પ્રક્રિયા 1 સપ્ટેમ્બરે શરૂ થઈ ગઈ છે અને યોગ્ય ઉમેદવારો પાસે 30 સપ્ટેમ્બર 2026 સુધી અરજી કરવાનો સમય છે.

અરજદારો કંપનીની અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ઉપરાંત, ભરતી નોટિસમાં આપેલી સૂચના મુજબ ઉમેદવારો પોતાનું અદ્યતન બાયોડેટા (Updated Resume) સીધું [email protected] ઇમેઇલ આઇડી પર પણ મોકલી શકે છે. નિયત સમયમર્યાદા બાદ મળેલા આવેદનો ધ્યાને લેવામાં આવશે નહીં.

EPFO Recruitment

- Advertisement -

શૈક્ષણિક લાયકાત અને અનુભવની મર્યાદા

આ ભરતીમાં તમામ પદો માટે એકસરખી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી નથી. જગ્યાના પ્રકાર મુજબ લાયકાત અલગ-અલગ નક્કી કરવામાં આવી છે:

  • પદ અનુસાર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, MBA, CA, CS અથવા એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

  • મોટાભાગના એક્ઝિક્યુટિવ અને મેનેજરિયલ પદો માટે સંબંધિત ક્ષેત્રનો કામનો અનુભવ (Work Experience) માગવામાં આવ્યો છે.

  • વયમર્યાદા અને અનુભવની ચોક્કસ વિગતો માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન તપાસવું જરૂરી છે, કારણ કે દરેક પદ માટે વયમર્યાદા જુદી જુદી છે.

કરિયર બ્રેક લેનાર ઉમેદવારો માટે વિશેષ તક

BGSSL એ પોતાના ભરતી નોટિફિકેશનમાં એક સરાહનીય પહેલ કરી છે. જે ઉમેદવારોએ ભૂતકાળમાં કોઈ કારણસર પોતાની નોકરીમાંથી ‘કરિયર બ્રેક’ લીધો હતો અને હવે ફરીથી વરકફોર્સમાં પુનઃપ્રવેશ કરવા માંગે છે, તેમને આ ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે, આવા ઉમેદવારોએ પણ પદ માટેની નિર્ધારિત યોગ્યતાના માપદંડો પૂર્ણ કરવાના રહેશે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

BGSSL ભરતી માટે પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ અને સ્કિલ આધારિત રહેશે:

  1. અરજીઓની સ્ક્રિનિંગ: સૌપ્રથમ ઉમેદવારોની અરજીઓ અને રિઝ્યુમેનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

  2. શોર્ટલિસ્ટિંગ: પદની જરૂરિયાત મુજબ યોગ્ય ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરાશે.

  3. પર્સનલ ઇન્ટરવ્યુ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યુ (Personal Interview) માટે બોલાવવામાં આવશે.

  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: પસંદગી પામેલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેનો અર્થ એ થાય છે કે સીધા ઇન્ટરવ્યુના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  1. BGSSL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

  2. હોમપેજ પર આપેલા ‘Career’ સેક્શનમાં જાઓ.

  3. તમારી લાયકાત મુજબ યોગ્ય પદ પસંદ કરો અને તેની પાત્રતા તથા જોબ ડિસ્ક્રિપ્શન વાંચો.

  4. જરૂરી દસ્તાવેજો અને રિઝ્યુમે તૈયાર કરીને ઓનલાઇન મોડથી સબમિટ કરો.

  5. તમે તમારું રિઝ્યુમે સીધું [email protected] પર ઇમેઇલ પણ કરી શકો છો.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.