અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણ વચ્ચે પણ વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન થઈ રહ્યું છે અને નવાઈની વાતતો એ છેકે જીઆઇડીસીના તળાવમાં પણ પક્ષીઓ નજરે પડી રહયા છે.
રાજ્યમાં શિયાળો આવતાજ ભરૂચ જિલ્લામા છેલ્લા 20 વર્ષથી માઈગ્રેટ બર્ડનું આગમન થાય છે, માઈગ્રેટ બર્ડ શિયાળામાં આવે છે,કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં ફ્લેમીંગો મોટી સંખ્યામાં નજરે પડી રહયા છે જ્યારે પાનોલી માં પણ માઈગ્રેટ અનેક બતક સહીત ભરણ ગામ ખાતે આ ઉપરાંત ગ્રેટ ફ્લેમીંગો, સેન્ડપાઈપર, યુરેશિયન કુટ, પર્પલ મોરહેન, નોરઘન સોવીલર,નોરઘન પીનટેલ, પેઇન્ટેડ સટોક,ઇન્ડિયન સ્પોટ બિલ ડક, સ્પૂન બીલ્ડ ડક, પેલિકેન સહીત અનેક માઈગ્રેટ પ્રજાતિના પક્ષીઓ આવી રહ્યા છે.
અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણ જોવા મળી રહ્યું છે તેવા સમયે પણ યાયાવર પક્ષીઓ આવી રહયા છે. અંકલેશ્વર, પાનોલી જીઆઇડીસી તળાવ,ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહીત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી અહીં આવ્યા છે.