કરજણ નવા બજાર સ્થિત પટેલ ચેમ્બર ચોકડી ખાતે નગરપાલિકાના ઉપક્રમે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.
મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરજણ, શિનોર, પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે કરજણ નગરપાલિકાના પ્રમુખ મીનાબા ચાવડા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ કારોબારી ચેરમેન ટીપી ચેરમેન તથા નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અને અગ્રણીઓ હાજર રહયા હતા.