જોલવા ગામમાં વસાવા ફળિયામાં વસતા આદિજાતિ લોકોને ઘણા સમયથી જર્જરિત મકાનની સમસ્યા હતી આ સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા UPL કંપનીનાCSR ફંડ મારફતે સહાય કરવા કંપની દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈનેસત્વરે કામગીરી હાથ ધરી આવાસનું બાંધકામ હાથ ધર્યું હતું અને નવા મકાન બનાવી આપ્યા હતા કરી જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું .આજે ગામના સરપંચશ્રી, આગેવાનો, તલાટી મંત્રીશ્રી અને UPL
કંપનીના કર્મચારીઓની હાજરી માં નવનિર્મિત આવાસના લોકાર્પણનો કાર્યકમ રાખવમાં આવ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાન શ્રી સુલેમાન ભાઈ દ્વારા કંપની દ્વારા હકારાત્મક અભિગમ રાખી ગ્રામ વિકાસના કાર્યક્રમો કરવા બદલ કંપનીનો આભાર પ્રગટ કરવમાં આવ્યો અને ભવિષ્યમાં પણ કંપનીનોગ્રામ વિકાસના કાર્યક્રમો માં સતત સહકાર મળી રહે તેવી આશા પ્રગટ કરી .UPL કંપનીના પ્રતિનિધિ શ્રી રાકેશ કાપડિયા (યુનિટ હેડ યુનિટ ૧૩), કંપનીના ક્લસ્ટર HR હેડ શ્રી કૌશિક ચક્રબર્તી, IR હેડ શ્રી વિપિન રાણા HR વિભાગના નિલેશ પટેલ તેમજ અન્ય કર્મચારીઓ સાથે હાજરી આપી હતી
