ભરૂચના પગુથણ ગામના 26 વર્ષીય વિધર્મી યુવાને હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
વિગતો મુજબ 20 વર્ષની એક કોલેજીયન યુવતીને થોડા સમય અગાઉ મેહુલ પટેલ નામના યુવાને સોશિયલ મીડિયા ઉપર રિકવેસ્ટ આવતા આ અજાણ્યો વ્યક્તિ હોવાથી યુવતીએ શરૂઆતમાં ભાવ આપ્યો ન હતો પણ બાદમાં પોતાના સમાજનો હોવાનો વિશ્વાસ અપાવતા મિત્રતા બાંધી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીનીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી પરિવારને જાણ કરી વડીલોની મરજીથી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી
બાદમાં ભરૂચની જુદીજુદી હોટલમાં યુવતીને લઈ જઈ અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
જોકે,બાદમાં આ યુવતીમાં ફોનમાં એક મહિલાનો ફોન આવતા તે મહિલાએ યુવતીને સચ્ચાઈ જણાવી કહ્યું હતું કે તું જે યુવાન સાથે પ્રેમ છે તે પરણિત છે અને ત્રણ બાળકોનો પિતા છે ફોન કરનાર મહિલા તે યુવકની પત્ની હોવાનું જણાવી તે હિન્દૂ નહિ પણ મુસલમાન હોવાનું જણાવતા કોલેજીયન યુવતી ડઘાઈ ગઈ હતી અને હિન્દૂ યુવકનું નામ આપનાર મેહુલ પટેલ નહિ પણ તેનું સાચું નામ સિરાજ રુસ્તમ પટેલ હોવાનું સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે સિરાજ ની ધરપકડ કરી હતી.
સીરાજે બે યુવતીઓ ને ફસાવી હોવાનું સામે આવ્યું છે.