ભરૂચ ના પોલીસ હેડ ક્વાટર્સ નજીક આવેલ નગર પ્રાથમિક મિશ્ર શાળા ક્રમાંક નંબર ૪૪ માં આજ રોજ બપોરે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી……
મળતી માહિતી મુજબ ભરૂચ ના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આવેલ નગર પ્રાથમિક મિશ્ર શાળા ક્રમાંક નંબર ૪૪ માં આજ રોજ બપોર ના સમયે શાળા માં યોજાનાર કાર્યક્રમ માટે વિદ્યાર્થી ઓ શાળા ના નીચે ના વર્ગ ખંડો માં પ્રેક્ટીસ કરી રહ્યા હતા દરમ્યાન અચાનક ઉપર ના બે જેટલા વર્ગ ખંડો માં એકા એક આગ લાગતા વિદ્યાર્થી તથા શાળા સંચાલકો માં ભારે દોઢધામ મચી હતી …
આગ ના ધુમાડા ના ગોટે ગોટા વર્ગ ખંડો માંથી નીકળતા એક સમયે વિદ્યાર્થી ઓ અને શિક્ષકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભારે મુંજવણ માં મુકાઈ ગયા હતા .અને શાળા માં તરતજ વિદ્યાર્થી ઓ ને રજા આપી છોડી મુકાયા હતા ….
બાદ માં ભરૂચ નગર પાલિકા ના ફાયર ફાઇટરો ને ઘટના અંગે ની જાણ કરાતા ફાયર ના લાશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાબડતોબ આગ ને કાબુ માં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ..ટૂંકા સમય ગાળા માં આગ કાબુ માં આવી જતા શાળા સંચાલકો તથા ફાયર લાશ્કરો એ હાશકારો અનુભવ્યો હતો …..
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપર ના વર્ગ ખંડો માં કોઈ વિદ્યાર્થી ઓ હતા નહીં જો ઉપર ના વર્ગ ખંડો માં વિદ્યાર્થી ઓ હોત તો કદાચ મોટી દુર્ઘટના નું નિર્માણ થયું હોત તે વાત પણ નકારી શકાય તેમ નથી …
જાણવા મળ્યા અનુશાર આગ શોર્ટ શર્કીટ ના કારણે લાગી હોય તે પ્રાથમિક દ્રષ્ટિ એ કહી શકાય તેમ છે ..બીજી બાજુ શાળા માં અચાનક એકા એક આગ ના બનાવ ના પગલે પંથક માં ભારે ચકચાર માચવા પામી હતી …કારણ કે ૧૦૦ થી વધુ સ્થાનિક આજુ બાજુ ના વિસ્તાર ના બાળકો આ શાળા માં અભ્યાસ અર્થે આવે છે……