ભરૂચમાં રેતી માફિયાઓની ફૂલ દાદાગીરી ચાલી રહી છે અને સાંસદની ઉપર સુધીની રજુઆત પણ કોઈ અસર કરી શકતી નથી ભરૂચમાં ઠેરઠેર રેતી ખનન થઈ રહ્યું છે અને બાર્જ દ્વારા ટન બંધ રેતી ઉલેચવામાં આવી રહી છે તેમજ ટેન્કરોમાં રેતી વહન થઈ રહ્યું છે.
હાલમાં પણ આજે આ રેતી ખનન ચાલુ રહ્યું છે અને નદીના પટમાં ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું છે.
અધિકારી જાનીને વારંવાર રજુઆત છતાં રેતી માફિયાઓ સામે પગલાં ભરવામાં આ અધિકારી સદંતર નિષ્ફળ ગયા હોવા અંગે આક્ષેપ થઈ રહયા છે.
ઝનોર નો આ વિડિઓ છે જેમાં રેતી ખનન થઈ રહયાનું સત્યડેના કેમેરામાં કેદ થઈ ગયું છે.
આ સિવાયઅહીં રેતી ખનન કરી રહેલા બાજ અને બોટ થી પાણીના જીવંત પ્રવાહમાં ખનન પર પ્રતિબંધ હોવા છતાં રેતી માફિયા ઓ દ્વારા રેતી ખનન ચાલી રહ્યું છે.
રેતી ખનન થતું હોવાછતાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ આંખે પાટા બાંધી દીધા જોય તેમ લાગી રહયું છે.
બેફામ બનેલાં માફીયાઓએ રેતીના વહન માટે નદીમાં મોટા બાર્જ ઉતારી દીધાં છે. સાંસદ મનસુખ વસાવાએ રેતી માફિયાઓ સામે ફરીથી અવાજ ઉઠાવ્યો હોવા છતાં રેતી માફિયાઓ બિન્દાસ નજરે પડ્યા હતા અને તંત્ર દ્વારા તેઓને રોકવા કોઈ પગલાં ભરવામાં નહિ આવતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.