ભરૂચ શહેર જિલ્લામાં પણ પોલીસે કડક અભિયાન હાથ ધરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માનવજીવન સામે ખતરો બનેલી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારાઓ સામે ભરૂચ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી તપાસ શરૂ કરતાં ભરૂચના કલામંદિર જ્વેલર્સ પાસે ફુટપાથ પર ચાઇનીઝ દોરી વેચતાં ફુરકાન હાજી મહેબુબ શેખ (રહેે. લીમડીચોક)ને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીઝ દોરીની 3 બોબીન જપ્ત કરી હતી.
ઉપરાંત શહેરના દાંડિયાબજાર સુથિયાપુરા ખાતે રહેતો સ્નેહદિપ ઉર્ફે ભોલો પટે તેના રહેણાંક મકાનમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતો હોઇ તેને પણ 4200ની મત્તાના 7 ચરખા ઝડપી પાડ્યો હતો. જ્યારે કસક ગુરૂદ્વારા પાસે ઝૂપડપટ્ટી પાસે રહેતા પપ્પુ પ્રવિણ વસાવા પાસેથી 6 હજારની મત્તાની ચાઇનીઝ દોરીની 24 બોબીન મળી આવી હતી.
આમ,ભરૂચમાં ચાઈનીઝ દોરી વેંચતા ત્રણ ઇસમોને ઝડપી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેંચતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.