ભરૂચ સબજેલ માં પોલીસ ના સર્ચ ઓપરેશન માં મોબાઇલ ઝડપાવવા નો સિલસિલો યથાવત વધુ ચાર જેટલા મોબાઇલ છેલ્લા બે દિવસ માં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે ….
છેલ્લા એક માસ થી ભરૂચ ની સબજેલ ચર્ચા માં છે અને ચર્ચા નું કારણ છે મોબાઈલ જાણી ને જવાઈ લાગે અને વિચારવું પણ પડે તે પ્રકારે મોબાઈલ ઝડપાવવા નો સિલસિલો જેલ માં ચાલુ છે અત્યાર સુધી ના પોલીસ ના સર્ચ ઓપરેશન માં કુલ ૨૦ થી વધુ મોબાઈલ પોલીસ કબ્જે કરી ચુકી છે …
ખૂંખાર કેદી ઓ જેલ માં કોલ સેન્ટર ચલાવતા હોય તેમ જાણે કે ખૌફ વગળ મોબાઈલ જેલ માં લઇ વાપરતા હોય છે પરન્તુ પોલીસ ના સર્ચ ઓપરેશન ને કારણે આજ કાલ જેલ માં પણ ટપોરીગીરી કરતા તત્વો બિલાડી ની જેમ થઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે….
ભરૂચ સબજેલ ના જેલ અધિકક્ષક એલ એમ રાઠવા એ છેલ્લા બે દિવસ થી જેલ માં સધન ચેકિંગ હાથ ધરતા પ્રથમ બે જેટલા મોબાઈલ બિનવારસી હાલત માં બેરેક નંબર ૫.અને ૬ નજીક થી મળી આવ્યા હતા
જયારે આજ રોજ ચેકિંગ હાથ ધરતા રસોડા નજીક થી ૧ મોબાઈલ અને ૪ નંબર ની બેરેક પાસે થી એક મોબાઇલ આરોપી ઉષ્માન ગની અને નાજીમ ખોખર પાસે થી મળી આવ્યો હતો …પોલીસે કુલ છેલ્લા બે દિવસઃ માં ચાર મોબાઈલ એક સિમ કાર્ડ તેમજ દેશી બનાવત નો ચાર્જર કબ્જે કરી આગણ ની કાર્યવાહી હાથ ધરી છે ….
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસો માં મોબાઇલ મળવા નો સિલસિલો સબજેલ માં યથાવત છે છેલ્લા ૩૦ દિવસઃ ઉપરાંત ના સમય ગાળા માં અત્યાર સુધી ની પોલીસ તપાસ માં ૨૦ થી વધુ મોબાઇલ તેમજ કેટલાક સિમ કાર્ડ અને ચાર્જર પોલીસે કબ્જે કરી ૭ થી વધુ ગુના નોંધવા ની તજવીજ હાથ ધરતા ભારે ચકચાર મચી છે ….
ખુંખાર આરોપી ઓ વચ્ચે આટલી મોટી માત્ર માં મોબાઇલ કઈ રીતના પહોંચે છે તે પણ એક સવાલ જેલ પ્રશાસન સામે ઉભો થઇ રહ્યો છે તો બીજી તરફ સબજેલ માં સિંઘમ જેવા બાહુબલી જેલર એલ એમ રાઠવા ની બદલીઓ ની માંગ પણ હવે કેદી ઓ કરતા થઈ ગયા છે તેવી ચર્ચા પણ જાણવા મળી રહી છે કારણ કે આજ કાલ સબજેલ માં પોલીસ ના કડક વલણ થી કેટલાક તત્વો ને જેલ માં થતા ઝલસાઓ માંથી મૂકતી મળી ગઇ હોય તેવું લાગી રહ્યું છે ….એટલે આવા તત્વો હવે જેલ માં પણ હવાતીયા માળતા હોવાનું જાણવા મળી રહ્યું છે …