Bharuch: અંકલેશ્વરમાં 15 દિવસ પહેલા હોટલ ડિસેન્ટ નજીકથી મળી આવેલ નવજાત બાળકના પરિવારને પોલીસે શોધી કાઢી નવજાત બાળક તેમજ તેની માતાને પરિવારના હવાલે કરી હતી.
ગત તારીખ 24 માર્ચના રોજ અંકલેશ્વરના હોટલ ડિસેન્ટ નજીકથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું.
આશરે ૩ થી ૪ દિવસની ઉંમરનો નવજાત બાળક મળી આવતા પોલીસે ને જાણ થતા પોલીસે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી નજીકના સીસીટીવી ફૂટેજ ના આધારે તેની માતાની શોધ ખોળ આરંભી હતી જેમાં સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તેની માતાને શોધી કાઢી હતી પરંતુ તેની માતા માનસિક રીતે સ્વસ્થ ન જણાતા તેમને સખી વન સેન્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર અપાયા બાદ સુરતની માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ખસેડવામાં આવ્યા હતા.
મહિલાએ આપેલ માહિતીના આધારે મહારાષ્ટ્ર ખાતેથી તેના પરિવારને શોધી કાઢવામાં આવ્યા હતા.
અને અંતે પોલીસે તેના પરિવારજનોને અંકલેશ્વરની જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગથી અંકલેશ્વર ખાતે બોલાવી પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક રીતે અસ્વસ્થ જણાતી તેની માતા અને તેના નવજાત શિશુને તેના પિતા અને પતિના હવાલે કરી હતી.