દહેજ ખાતે આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી. કંપનીના પ્લાન્ટ 4માં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં તો આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું
મેજર ફાયર કોલ જાહેર થતા દહેજ પ્રાઇવેટ કંપનીઓ અને દહેજ gidc સહિતના 10થી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચ્યા હતાં. હાલ આગ પર કાબુમાં છે અને કુલિંગ ની પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયો હતો.
Wednesday, May 1