ઝઘડીયા જીઆઇડીસી દ્વારા સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી, સપ્તાહ દરમિયાન કંપની દ્વારા સેફ્ટીને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, ડીસીએમ કંપની દ્વારા સેલોદ ગામે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સેફ્ટી બાબતે અસરકારક આયોજન થાય તેવા આશયથી માર્ગદર્શન, માહિતી આપવામાં આવી હતી,
તા. ૪.૩.૧૯ થી ૧૦.૩.૧૯ દરમિયાન સેફ્ટી વીક ની ઉજવણી અલગ અલગ પ્રકારે ઝગડીયા જીઆઈડીસીમાં કરવામાં આવી હતી, સેફ્ટીને લગતા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા હતા, ઝગડીયા જીઆઇડીસીની ડીસીએમ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ દ્વારા સેફ્ટી વીક ની વિશેષ ઉજવણી કરાઈ હતી, સેફ્ટી વીકની ઉજવણીના ભાગરૂપે કંપનીના કાર્યકરો, વિદ્યાર્થીઓ, કોન્ટ્રક્ટર્સ અને જનસમુદાય ને સાથે રાખી રેલી, પ્રદર્શની, પ્રશ્નોત્તરી, રમતો, ચિત્ર સ્પર્ધા, નિદર્શન વિગેરે નું આયોજન થયું હતું,
કંપનીના સિનિયર પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ કે.આર.વૈદ્ય દ્વારા સેફ્ટી ધ્વજ ફરકાવામાં આવ્યો હતો, ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી અંગે વિવિધ પહેલું બાબતે વિશેષ માહિતી અપાઈ હતી, કંપનીના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને સીઈઓ, પ્રેસીડેન્ટ આદિત્ય શ્રીરામ દવારા કંપની કર્મચારી ઓની હાજરીમાં સેફ્ટી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી.
સેફ્ટી વીક દરમિયાન ઇન્ડસ્ટ્રીઅલ સેફ્ટી એન્ડ હેલ્થ ના ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર પણ સેફ્ટી પ્રદશનીની મુલાકાત લીધી હતી, કંપની દ્વારા સેફ્ટી બાબતે અસકારક આયોજન થઇ તેવા આશયથી સેલોદ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સેફ્ટી બાબતે માહિતગાર કર્યા