છાશવારે ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થા ગાંધીના ગુજરાતમાં હવે તો ખરા અર્થમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો બેફામ બન્યા હોય એવું ઝડપાઇ રહેલા દારૂના મસમોટા જથ્થાઓ પુરવાર કરી રહ્યા છે. ભરૂચના વરેડિયા ગામની તો નબીપુર પોલીસે ભરૂચના વરેડિયા ગામ ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી ઝાયલો ગાડી ઝડપી પાડી હતી જ્યારે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસ સુત્રીય માહિતી અનુસાર નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ બેલીમ તથા સ્ટાફના માણસોએ મળેલી બાતમીના આધારે એક ઝાયલો ગાડી નંબર GJ 05 CA 5657 નો નબીપુર પાસેથી ફિલ્મી ઢબે પીછો કરતા ગાડીનો ચાલકે ગાડી પુરપાટ ઝડપે દોડાવી ગાડી વરેડિયા ગામના પાટીયા પાસે મુકી ફરાર થઇ ગયો હતો. ગાડીમાં અન્ય એક અજાણ્યો ઇસમ પણ હતો તે પણ ફરાર થઇ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટનો દારૂ કિંમત રૂપિયા 2,20,500 તેમજ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા 6,20,000 ના મુદ્દામાલ ઝડપી પાડી સાથે ગાડી ચાલક તેમજ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ નબીપુર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Friday, May 17