ભાવનગરના તળાજાના ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણે કોન્સ્ટેબલને માર મારતા ભારે ચકચાર મચી છે.
રાત્રિના સમયે પાલિતાણા ચોકડી પાસે ધારાસભ્યના પુત્ર ગૌરવ ચૌહાણ અને અન્ય ઈસમોએ લાકડી વડે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ખૂબ રાજકીય નેતાઓના પુત્ર કાયદાનો ભંગ કરી પોલીસ ઉપર હુમલો કરતા હોવાની વાત સામે આવી છે.
કોન્સ્ટેબલે ધારાસભ્યના પુત્ર ગૌરાંગ ચૌહાણ સામે માર માર્યા મામલે આક્ષેપ કર્યો હતો.
જોકે,પોલીસ ઉપર હુમલો કરવાની ઘટનામાં પોતાના પુત્રનો બચાવ કરતા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે રાજકીય ષડયંત્ર રચી પોતાને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનું જણાવી રહયા છે.
વિગતો મુજબ તળાજા તાલુકાના પાલિતાણા ચોકડી પાસે આવેલ એક રેસ્ટોરન્ટ નજીક જાણીતા ભાજપના ધારાસભ્યના પુત્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલને બાઇક અથડાયા મામલે માથાકુટ થઇ હતી જેમાં ધારાસભ્યના પુત્રએ કોન્સ્ટેબલને સમાધાન માટે બોલાવતા બબાલ થઈ હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે લવાતા કોન્સ્ટેબલે ધારાસભ્યના પુત્ર ઉપર મારમાર્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા જો કે, ધારાસભ્યના પુત્રએ પણ તળાજા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરના તળાજા ખાતે બે દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ પોતાની કાર નં. GJ 14 AP 0753 લઇ તળાજાના દિપ હોટલથી ફાર્મ ટ્રેક વચ્ચે પહોંચતા પાછળથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને તેની પાછળ બેઠેલ અજાણ્યો શખ્સ કારને ઓવરટેક કરવા જતા કૌન્સ્ટેબલની મોટર સાયકલ બાજુના ખાળિયામાં ઉતરી જતા કાર ચાલક ગૌરવ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં ધારાસભ્યના પુત્રએ શૈલેષ ધાંધલ્યાને પાલિતાણા ચોકડી પાસે આવેલ સતનામ ધાબા પાસે સમાધાન માટે બોલાવ્યો હતો.
જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામી બાખડ્યા હતા જેમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ સહિત છ શખ્સોએ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યાને મારમાર્યો હોવાનો કોન્સ્ટેબલે ગંભીર આક્ષેપ કર્યો હતો.
ગૌરવ ચૌહાણે પણ શૈલેષ ધાંધલ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.