ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક શરૂ રહેતા શેત્રુંજી ડેમમાં 90 ટકા ભરાઇ જતા નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
શેત્રુંજી ડેમ 90 ટકા ભરતા ભાવનગર જિલ્લાના પાલીતાણા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પાલીતાણાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયઘાર, મેઢા તથા તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર સહિતના ગામો એલર્ટ આપવામાં આવ્યા છે.
હાલ વરસાદી માહોલ જામ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ છે ત્યારે જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં આવેલ ધારી ખોડીયાર ડેમ ભરાતા પાણી છોડવામાં આવતા શેત્રુંજી ડેમ માં પાણીની આવક શરૂ થઈ હતી. જેને લઈને શેત્રુંજી ડેમની સપાટીમા ફરી એકવાર વધારો થયો છે અને હાલ 18,360 ક્યુસેક્ પાણીની આવક શરૂ થતા શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે પરિણામે 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે અને પાણી વધવાની સ્થિતિમાં નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.