ભાવનગર જિલ્લામાં ફરી પશુઓમાં લમ્પી વાઈરસે દેખા દેતા પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે.
જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 11 પશુઓના લમ્પી વાઈરસથી મોત થઇ ગયા છે અને 153 નવા કેસ નોંધાયા છે.
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કુલ 8259 કેસ નોંધાયા છે અને કુલ 538 પશુના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધાર, ઉમરાળા, પાલીતાણા, સિહોર, વલભીપુર, ઘોઘા, અને તળાજા સહિતમાં દસ તાલુકામાં વાઇરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ભાવનગરમાં 10 તાલુકામાં 573 ગામોમાં આ રોગથી પશુઓ પ્રભાવિત છે.
ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 29 હજાર 322 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.