ભાવનગર ના ચિત્રા વિસ્તારમાં મોડીરાત્રે બે જૂથો સામસામે આવી જતા તોફાન થયુ હતું જોકે,આ ઘટના માં મારામારી થઈ હતી અને દેકારો બોલ્યો હતો અને એક વાહન સળગાવી દેવાયું હતું પણ કોઈને ઇજા થવાના અહેવાલ નથી.
ભાવનગર માં ચિત્રા વિસ્તારમાં રામદેવ પેટ્રોલપંપ પાસે રોડ વચ્ચે બે જુથો વચ્ચે કોઈ મુદ્દે બબાલ થતા રોડ વચ્ચે મારામારી થઈ હતી આ બબાલ માં એક સ્કૂટર તથા બાઈકની તોડફોડ કરી હતી અને એક બાઈકને રોડ વચ્ચે લાવી તોફાનીઓએ આગ લગાડતા બાઇક સળગી ઉઠ્યું હતું આગ લગાડવાની ઘટના બાદ રોડ પર નાસભાગ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટના અંગે ની જાણ થતા જ ડી – ડીવીઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાઈક – સ્કૂટર કબ્જે કરી આગમાં સંપૂર્ણ સળગી ગયેલ બાઈકને રોડ પરથી હટાવ્યું હઠાવી મામલો કાબુ માં લીધો હતો જોકે,પોલીસ આવતા જ તોફાનીઓ ભાગી છૂટ્યા હતા,પોલીસે આ ઘટના માં સંડોવાયેલા ઈસમો અંગે તપાસ શરૂ કરી હતી.
કહેવાય છે કે ભાવનગર માં બપોરે હોર્ન મારવા જેવી બાબતમાં બોલાચાલી થઇ હતી. જે વાત ને લઈ રાત્રે આ ઘટના ઘટી હતી. આ બાબતને લઈને ચિત્રા વિસ્તારમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. તો એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થવાની વાત પણ સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
અથડામણમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો છે.
પોલીસે ચાર શખસોને રાઉન્ડ અપ કર્યા છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાશે તો કાયદા અનુસાર કાર્યવાહી કરાશે