સૌરાષ્ટ્ર ના ભાવનગર શહેર માં પણ હવે સ્પા સેન્ટરો ઉભા થઇ ગયા છે અને આ પૈકી કેટલાક સ્પા સેન્ટરોમાં મસાજ ના ઓઠા હેઠળ દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બૂમ ઉઠવા પામી છે.
કહેવાય છે કે આ સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્યની અને વિદેશી યુવતીઓને લાવવામાં આવે છે અને સમાંયતરે અન્ય શહેરો બદલી નાખવામાં આવે છે.
ભાવનગર માં ઘોઘા સર્કલ, વાઘાવાડી રોડ અને સરિતા સોસાયટી ખાતેનાં કેટલાંક સ્પા સેન્ટરોમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું કહેવાય છે.
ભાવનગર શહેરમાં અંદાજે 20 સ્પા સેન્ટરો ચાલે છે, જેની નોંધણી કોર્પોરેશન તથા પોલીસમાં થયેલી હોય છે. પોલીસ દ્વારા સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીઓ તથા પરપ્રાંતીય યુવતીની વિગતો મેળવે છે તથા સોગંદનામું પણ કરવામાં આવે છે. સ્પા સેન્ટરમાં દાખલ થતાં જ એક મેનુ કાર્ડ બતાવવામાં આવે છે, જેમાં અલગ-અલગ પ્રકારના સ્પા થેરપી, જેવી કે સાદી સ્પા રૂ. 800થી 1000, ઓઇલ સ્પા રૂ.1200થી 1500, જેલ સ્પા રૂ.1500, હોટ સ્પા રૂ.3000થી 3500, થાઇ સ્પા રૂ.3000થી 4000 હોય છે. સ્પાના પ્રકારની સાથોસાથ સમયગાળાના ભાવ પણ અલગ-અલગ હોય છે.
સ્થાનિક અખબાર ના રિપોર્ટ મુજબ સ્પામાં મસાજ દરમિયાન ગ્રાહકોના મૂડ અને વર્તન જોયા બાદ તેને ખાસ સર્વિસ કે ‘સ્વર્ગની સફર’ જેવા અનુભવ માટે પૂછવામાં આવે છે. ગ્રાહક જો લલચાય તો તેના માટે ભાવ-તાલ જણાવવામાં આવે છે અને એ માટે પાર્ટિશન કરેલી રૂમની સગવડ પણ ત્યાં જ ઉપલબ્ધ હોય છે. આ માટે રૂ. 2500થી 5000 સુધીનો ચાર્જ ટિપ સ્વરૂપે મેળવવામાં આવે છે. ગ્રાહક સ્પા સેન્ટરમાં દાખલ થાય એટલે તરત તેના મોબાઇલ, પાકીટ, ચાવી બધું લોકરમાં મુકાવી દેવામાં આવે છે અને બિન્દાસ દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની માહિતી સામે આવતા સનસનાટી મચી ગઇ છે.