ભાવનગર માં કોરોના ના કેસ વધી જતાં આજથી માસ્ક ફરજિયાત કરી દેવાયુ છે જેનો અમલ નહિ કરનાર ને રૂ.1000 નો દંડ ફટકારવાનું શરૂ થતાં લોકો માસ્ક માં નજરે પડી રહયા છે.
હાલ રાજ્ય માં ઓમિક્રોન વેરીએન્ટ નું સંક્રમણ ફેલાવાનો ભય ઉભો થયો છે અને જાન્યુઆરી થી સંભવિત કોરોના ની ત્રીજી લહેર આવવાની વાત વચ્ચે ભાવનગર માં એક સાથે 11 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે અને કોરોના વકરે તે પહેલાં જ કાબુ માં લેવા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે તા.6 ડિસેમ્બર ને સોમવાર થી માસ્ક ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં માસ્ક નહીં પેહેર્યો હોય તેને રૂ.1000નો દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે,તંત્ર એ કોરોના ગાઈડ લાઈન પાળવાનો કડક અમલ કરવાનું આજથી શરૂ કર્યું છે.
ભાવનગર મહાપાલિકા દ્વારા કોરોના સામે સાવચેતીના ભાગરૂપે માસ્ક ડ્રાઇવ ટીમની રચના કરવામાં આવી છે તેમ મ્યુ. ટેક્સ સુપ્રિન્ટેન્ડેટે જણાવ્યું હતું કે આ ટીમ આજે તા.6 ડિસેમ્બરને સોમવારથી શહેરમાં માસ્ક અંગે ચેકિંગ માટે ઉતરી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક પહેર્યા વગરનો માલૂમ પડશે તો સરકારના વર્તમાન નિયમ મુજબ રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. આવા આકરા દંડથી બચવા માટે પ્રત્યેક નગરજનોને ફરજીયાતપણે માસ્ક પહેરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આમ ભાવનગર માં એકજ દિવસ માં કોરોના ના 11 કેસ નોંધાયા બાદ કડક નિયમો શરૂ થયા છે અને માસ્ક ફરજીયાત કરી દેવાયુ છે.