ભાવનગર શહેરમાં પણ કોરોના ના નવા કેસો નોંધવાનું ચાલુ રહ્યું છે આજે 84 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 45 પુરૂષ અને 39 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 44 દર્દીઓ સાજા થયા હતા જેમાં 28 પુરૂષ અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે.
તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 81 પોઝિટિવ કેસ નોંધાયા હતા તેની સામે 11 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે આજ સુધીમાં 2669 પોઝિટિવ કેસ નોંધાયા અને તેમાંથી 2327 દર્દીઓ કોરોનામુક્ત થતા રિકવરી રેઇટ 87.19 ટકા થઇ ગયો છે. હાલ ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 313 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં 8212 દર્દીઓ નોંધાયા છે.
જેમાં ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે 1, ભાવનગર તાલુકાનાં ઉંડવી ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના KECL કંપની ખાતે 1, ભાવનગર તાલુકાના વેળાવદર(ફોરેસ્ટ) ગામ ખાતે 1, તળાજા તાલુકાના ધારડી ગામ ખાતે 1, મહુવા તાલુકાના ભગુડા ગામ ખાતે 1, મહુવા તાલુકાના ઘરાઇ ગામ ખાતે 1, મહુવા તાલુકાના બોરલા ગામ ખાતે 1, મહુવા તાલુકાના લોંગડી ગામ ખાતે 1, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે 1, મહુવા તાલુકાના દેગવડા ગામ ખાતે 2, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે 2, વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામ ખાતે 1, મહુવા તાલુકાના બોરડી ગામ ખાતે 1, મહુવા ખાતે 24, તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ગોરસ ગામ ખાતે 1, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે 1, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 2, મહુવા તાલુકાના રાજાવદર ગામ ખાતે 1, તળાજા તાલુકાના દિહોર ગામ ખાતે 1, તળાજા તાલુકાના નાના ઘાણા ગામ ખાતે 1, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે 5, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે 1, તળાજા તાલુકાના રાજપરા નં.2 ગામ ખાતે 1, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે 1, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે 3, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે 1, તળાજા તાલુકાના પાદરગઢ ગામ ખાતે 2, તળાજા તાલુકાના સાંખડાસર ગામ ખાતે 1, તળાજા તાલુકાના બેકડી ગામ ખાતે 1, તળાજા તાલુકાના ગાધેસર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કુંઢડા ગામ ખાતે 2, ઉંચડી ગામ ખાતે 3, લીલવાવ ગામ ખાતે 3, પાલિતાણા ખાતે 2, તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે 1, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે 1, મહુવા તાલુકાના મોટી જાગધાર ગામ ખાતે 1, તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે 1, બપાડા ગામ ખાતે 1 તેમજ ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે 1 કેસનો સમાવેશ થાય છે.
