ભાવનગર માં મત ગણતરી ના કવરેજ ઉપર પાબંધી ફરમાવતા પત્રકારો માં રોષ જોવા મળ્યો હતો.
રાજ્ય માં ગ્રામ પંચાયતની ચુંટણીઓ ની મતગણતરી નો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની ના પાડતાં વિવાદ ઉભો થયો હતો.
ભાવનગર માં મત ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો.
ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થાય એ પહેલાં જ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ઉમેદવારો દ્વારા જીતની ઉજવણીની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફટાકડા અને મીઠાઈની પહેલેથી જ વ્યવસ્થાઓ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર માં મત ગણતરી નું કવરેજ નહિ કરવા દેવા ના નિર્ણય ને પગલે પત્રકારો માં રોષ જોવા મળ્યો હતો.