ભાવનગર મેડીકલ કોલેજના જુનિયર વિદ્યાર્થી ઉપર રેપ ; વિદ્યાર્થીઓ પોલીસને રજુઆત કરવા ગયાતો PI પરમારે કહ્યું “મારી સાથે પણ આવુજ થયું હતું! આવું ચાલ્યા જ કરે!”
ભાવનગર મેડીકલ કોલેજના એક વિદ્યાર્થી સાથે કોલેજના પી.જી.કરતા એક ડોકટરે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતા ભારે હોબાળો મચ્યો છે.
આ અંગે મેડિકલ કોલેજના ડીન હેમંત મહેતાને જાણ કરવામાં આવતા પોલીસ મથકે જ્યારે અરજી કરવામાં આવી ત્યારે પોલીસે કોઇ પગલા નહી લેતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યારે આ માટે પીઆઈ પરમાર પાસે ગયા ત્યારે તેઓએ પણ “મજા આવે તો મજા લ્યો નહી તો દુર રહો’ એવો જવાબ મળતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો.
વિદ્યાર્થીઓના નેતાઓના જણાવ્યા મુજબ તેઓ જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે “તેઓને પી.આઇ.એ જણાવ્યું હતું કે’ “આવુ તો બધુ ચાલ્યા કરે હું 12 માં ધોરણમાં હતો ત્યારે મારી સાથે પણ આવો બનાવ બન્યો હતો”
આ સાંભળી વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા.
ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓનું એક ટોળુ મોડીરાત્રે નિલમબાગ પોલીસ મથકે ધસી ગયું હતું અને પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો. મેડિકલ કોલેજના વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું કે, “પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી કારણ કે આરોપી પૈસા પાત્ર છે અને વિદ્યાર્થી હજી જુનિયર છે તેને વધુ કેટલાક વર્ષો આ કોલેજમાં ભણવાનું છે.
બીજી બાજુ આરોપી ડો.હરિશ વૈયગએ ખુલ્લેઆમ કહ્યું કે મને આવી ટેવ છે અને મેં અનેકને શિકાર બનાવ્યા છે અને હજુ વધુ કેટલાકને શિકાર બનાવીશ ‘ આ સંજોગોમાં વિદ્યાર્થીઓમાં અસલામતી જોવા મળી રહી છે.
બીજી તરફ ઉડાઉ જવાબ આપનાર નિલમબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સામે દાખલારૂપ પગલા લેવા પણ માંગ ઉઠવા પામી છે.