ભાવનગરમાં તોડકાંડના આરોપી યુવરાજસિંહ ને પોલીસ દ્વારા કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે યુવરાજસિંહ ને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
યુવરાજસિંહે જેલમાં જતા પહેલા પત્રકારોને કહ્યું કે આ અસત્ય સામે સત્યની લડાઈ છે.
આ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી, લડાઈ શરૂ રહેશે, હજુ ઘણું આવવાનું બાકી છે.
યુવરાજસિંહ સાથે અન્ય આરોપી કાનભા અને અલફઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે.
યુવરાજસિંહે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ‘આ તો શરૂઆત છે; અંત બાકી છે, પાંચ પાંડવો પણ આવશે અને ઘણુંબધું બહાર આવશે’. ત્યારે તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
જેલમાં જતા પહેલાં બોલ્યા હતા કે, આ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી હજી લડવાનું છે
મહત્વનું છે કે યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા.