શ્રી હનુમાનજી દાદા ના પવિત્ર ધામ સાળંગ પુર ખાતે આજે શનિવારે હિમાલય દર્શન સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધનુર્માસ અને શનિવાર નિમિત્તે આજે તા.8ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર કરી હિમાલયનું દર્શન અને મંગળા આરતીનું આયોજન કરાયું હતું.
પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી અને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિરની યમશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ તથા સંપૂર્ણ ધનુર્માસ નિમિત્તે પ્રતિદિન સવારે 9થી 12 કલાક તથા સાંજે 3થી 6 સુધી હાલ શરૂ છે. હજારો ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન લાભ લઈ ધન્યતાનો અનુભવી હતી.
