ભાવનગરના ગારિયાધારમાં જાહેર રસ્તા પરના દબાણ હટાવવા મુદ્દે મહિલાઓએ નગર પાલિકામાં હલ્લા બોલ કર્યો હતો. કૈલાસ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી માલિકીના પ્લોટ ધારકે જાજર રસ્તા આડે દીવાલ ચણી લીધી છે. જેથી કૈલાસનગરના લોકોને બે થી ત્રણ કીમી ફરીને જવું પડે છે. શાળાએ બાળકોને લાવવા મુકવા ફરીને જવું પડે છે. જે દબાણ અંગે સ્થનિકો દ્વારા દબાણ હટાવવા આક્રોશ સાથે રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી તંત્ર આ દબાણ હટાવી શક્યું નથી. જેથી આજે ફરીવાર આ વિસ્તારના લોકો નગરપાલિકા ઓફિસ દોડી ગયા હતા. જ્યાં મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ હોબાળો મચાવ્યો હતો. અને તાકીદે દબાણ દૂર કરવા ઉગ્ર રજુઆત કરી હતી.
