ભાવનગરના મહુવા, તળાજા હાઈવે પર લોંગડી ગામે માછલીઓનો વરસાદ વરસ્યો છે. સાંજના સુમારે અચાનક લોંગડી ગામે આકાશમાંથી માછલીઓ પડવા લાગી હતી. ગામમાં આવેલી નિશાળ નજીક બે માળના સ્લેબ ઉપર તેમજ અન્ય જગ્યાએ નાની મોટી આકાશમાંથી માછલી પડતાં જોવા મળી.આ માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળી હતી.
