કચ્છમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ભુજમાં દીવાલ ધસી પડતા બે બાળકોના કરૂણ મોત થવાની ઘટનામાં બાળકોની ઓળખ થઈ છે.
આ ઘટનામાં એક મહિલા પણ ઇજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડાયા છે,ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા પવનથી બચવા બે પિતરાઈ ભાઈ બહેન ઈંટોની બનેલી દીવાલ નજીકથી પસાર થતાં દીવાલ તૂટી પડતા દીવાલ નીચે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યા હતા.
આ ઘટનામાં મોતને ભેટનાર બાળકોમાં ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભારનો સમાવેશ થાય છે.
પોતાના માત્ર દસ ફૂટ દૂર રહેલા ઘર તરફ આ બાળકો જતા હતા ત્યારે ખાલી પ્લોટની બાઉન્ડ્રી વોલ પાસેથી પસાર થતી વખતે ભારે પવન સાથે વંટોળિયો સર્જાતાં દીવાલ પાસે ઊભા રહી ગયા હતા તે જ વેળાએ દીવાલ ધરાશાઈ થતા બંને બાળકો અને બત્રીસ વર્ષીય રોષનબેન કુંભાર ઈંટની દીવાલ તળે દબાઈ જતા તેઓને સારવાર માટે ખાનગી વાહન મારફતે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને બાળકોનાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યા હતા જ્યારે મહિલાને ઇજા પહોંચતા હાલ સારવાર હેઠળ દાખલ છે. આબનાવથી વિસ્તારમાં ગમગીની પ્રસરી જવા પામી હતી.