આવકવેરા બિલ, 2025: અનામી દાન પર ટ્રસ્ટોને કર મુક્તિ યથાવત્, હવે રિફંડ માટે સમયમર્યાદાની મર્યાદા પણ નહી
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 12 ઓગસ્ટ, 2025ના રોજ આવકવેરા (નં. 2) બિલ, 2025 લોકસભામાં રજૂ કર્યું અને પસાર પણ કરાવ્યું. આ બિલ આવકવેરા અધિનિયમ, 1961ને બદલવાનું ઉદ્દેશ્ય ધરાવે છે અને તેમાં ઘણી મહત્વની જોગવાઈઓ યથાવત્ રાખી છે, સાથે કેટલાક નવા સુધારાઓ પણ કરવામાં આવ્યા છે.
અનામી દાન પર પુનઃકર મુક્તિ
નવા બિલમાં સૌથી મહત્વની વાત એ છે કે ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટો માટે અનામી દાન પર કર મુક્તિ યથાવત્ રાખવામાં આવી છે. પહેલા પ્રસ્તાવિત બિલમાં આ મુક્તિ દૂર કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ સિલેક્ટ કમિટીની ભલામણ બાદ તેને ફરીથી કરવામાં આવી છે. હવે જે NPO ધર્મ અને સખાવત બંને હેતુઓ માટે નોંધાયેલા છે, તેઓને પણ અનામી દાન પર મુક્તિ મળશે. જોકે, આવા ટ્રસ્ટો જો હોસ્પિટલ કે શાળા જેવા સેવાકીય કાર્ય કરે છે તો તેમનાં દાન પર કર લાગૂ રહેશે.
TDS રિફંડ માટે સમયમર્યાદાની છૂટ
બિલમાં એક મહત્વપૂર્ણ ફેરફાર એવો છે કે હવે આવું વ્યક્તિઓ કે જેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત નથી, તેઓ પણ સમયમર્યાદા પછી TDS રિફંડ માટે દાવો કરી શકશે. અગાઉની જોગવાઈ અનુસાર, રિફંડ માટે ITR ફાઇલ કરવી ફરજિયાત હતી, પણ હવે આ શરત હટાવવામાં આવી છે.
અન્ય મુખ્ય સુધારાઓ
- કલમ 187માં “વ્યવસાય” શબ્દ ઉમેરાયો છે, જેથી એવા વ્યવસાયોને નક્કી કરેલી ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ અપનાવવી પડશે જેમની વાર્ષિક આવક ₹50 કરોડથી વધુ હોય.
- TDS દાવા માટે સુધારાનું નિવેદન ફાઇલ કરવાની સમયમર્યાદા 6 વર્ષમાંથી ઘટાડી ને 2 વર્ષ કરવામાં આવી છે.
- “રસીદ” પદ્ધતિને બદલે હવે વાસ્તવિક આવક આધારિત ટેક્ષ લાગૂ થશે, જે નફા-નુકસાનની વધુ સ્પષ્ટ ગણતરી માટે મહત્વપૂર્ણ છે.
સામાન્ય જનતાને રાહત
આ નવા બિલથી કરદાતાઓ માટે પ્રક્રિયા સરળ બનશે, ફરિયાદો ઘટશે અને લાંબા સમયથી પડતર મુદ્દાઓનો ઉકેલ આવશે. ખાસ કરીને સામાન્ય નાગરિકોને અને NPOsને તેના પ્રત્સાહન રૂપ લાભ મળશે.
જો તમારું NPO છે, અથવા TDS રિફંડમાં મોડું થયું હોય, તો આ બિલ તમારા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.