Hero Mavrick 440
Hero MotoCorp એ તેની નવી બાઇક Mavrick 440ની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીએ આ બાઇકને 15 એપ્રિલે જ ભારતીય બજારમાં લોન્ચ કરી હતી.
Hero Mavrick 440: આ બાઇકના ત્રણ વેરિઅન્ટ બજારમાં ઉપલબ્ધ છે – બેઝ વેરિઅન્ટ, મિડ વેરિઅન્ટ અને ટોપ વેરિઅન્ટ. Hero Maverick 440ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 2.44 લાખ સુધી જાય છે.
Maverick 440નું બેઝ વેરિઅન્ટ આર્ક્ટિક વ્હાઇટ કલરમાં આપવામાં આવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયા છે. આ બાઇકને એલઇડી લાઇટથી ડિઝાઇન કરવામાં આવી છે. આ સિવાય બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે નેગેટિવ LCD ક્લસ્ટર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
Maverick 440નું મિડ વેરિઅન્ટ Fearless Red કલરમાં માર્કેટમાં આવ્યું છે. આ બાઇકમાં ટ્યૂબલેસ ટાયર સાથે એલોય વ્હીલ્સ છે. તેના મિડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.14 લાખ રૂપિયા છે.
Hero Maverick 440નું ટોપ વેરિઅન્ટ Phantom Black કલરમાં ઉપલબ્ધ છે. બાઇકના આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.24 લાખ રૂપિયા છે. આ બાઇકમાં ડાયમંડ કટ ફિનિશ સાથે એલોય વ્હીલ્સ ફીટ કરવામાં આવ્યા છે.
Hero MotoCorpની આ બાઇકમાં 440 cc ઓઇલ કૂલ્ડ એન્જિન છે, જે 4000 rpm પર 36 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ બાઇક સ્લીપર ક્લચ સાથે 6-સ્પીડ ટ્રાન્સમિશનથી પણ સજ્જ છે.
કંપનીએ આ બાઇકનું બુકિંગ આ વર્ષે 14મી ફેબ્રુઆરીથી 2024માં શરૂ કર્યું હતું. લોન્ચ કર્યા બાદ હીરોએ હવે આ બાઇકની ડિલિવરી શરૂ કરી દીધી છે.