ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર ફરી પાછા મેદાનમાં આવી ગયા છે અને તેઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને નિશાન ઉપર લીધા છે,જગદીશ ઠાકોરે કહ્યું કે સીઆર પાટીલ હંમેશા કહેતા હતા કે અમે કોંગ્રેસવાળાને લઇશું નહીં, પણ એવું થયું નહિ આ થૂકેલું ચાટે તેવી પાર્ટી છે.
ઠાકોરે ઉમેર્યું કે જે ધારાસભ્યોને જવું હોય તે જાય કોઈ રોકતુ નથી.
કોંગ્રેસમાંથી ભાજપમાં 10 ધારાસભ્યો જાઇ કે 15 ધારાસભ્યો જાય જેમને જવું હોઇ તે ભલે જાય, ભાજપને કોંગ્રેસને નેતાઓ વગર ચાલતુ નથી,આ નિવેદન ને લઈ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઉભો થઇ શકે છે.
નોંધનીય છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા દિલ્હી ગયા હતા અને રાહુલ ગાંધીને મળીને આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમદાવાદમાંથી નિકળનારી 1200 કિ.મી.ની આઝાદી ગૌરવ યાત્રા બાબતે ચર્ચા કરી હતી. આ યાત્રા તા. 6 એપ્રિલથી નીકળીને તા. 1 જુને દિલ્હી પહોંચશે. બીજી યાત્રા ચંપારણ્યથી તા. 17 એપ્રિલે નીકળશે પશ્વિમ બંગાળ 27મી મે સુધીમાં પહોંચશે.
બીજી તરફ પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે કોંગ્રેસના સંગઠનમાં બે દિવસમાં મોટા ફેરફાર આવી શકે છે તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીની સાથેની બેઠક પછી જાહેરાત કરી હતી.
જોકે,આગામી ચુંટણીઓ અંગે કોઈ ચોક્કસ પ્લાનીંગનો અભાવ અને આંતરિક વિખવાદનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.
