ગાંધીનગર શહરના જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી.આગના કારણે મહત્વના દસ્તાવેજો અને કોમ્પ્યુટર બળી ગયા છે.આગની ઘટના બનતા ફાયરબ્રિગેડની ટિમ દોડી આવતા આગ પર કાબુ મેળવ્યો હતો.આગ લાગવાનું કારણ શું છે તે જાણવા તપાસ શરુ કરવામાં આવી છે.
આજે લાભપાંચમનો દિવસ ગાંધીનગર જિલ્લા પંચાયત માટે અશુભ દિવસ સાબિત થયો છે.આજે સવારે પંચાયત કચેરી ખુલવાના થોડા સમય પહેલા જ પંચાયત કચેરીના પહેલા માળે ભીષણ આગ લાગી હતી.જયારે ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી આવતા આગને કાબુ કરવા માટે કામે લાગી હતી.સતત પાણીનો મારો ચલાવ્યા પછી આગ બેકાબુ બની વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.બીજી તરફ ફાયરના ફાયટરોએ સતત પાણીનો મારો ચાલુ રાખી આગને કાબુ કરવા માટે મહેનત કરી રહ્યા હતા.ત્યારબાદ કચેરીના કર્મચારીઓ પણ આવ્યા હતા અને આગને જોઈને તેઓ ગભરાઈ ગયા હતા.ભારે ઝહેમત બાદ આગને કાબુ મેળવ્યો હતો.
આગથી કચેરીના મહત્વના દસ્તાવેજો,કોમ્પ્યુટર.અનેક ઈલેકટ્રીક વાયર બળીને ખાખ થઇ ગયા હતા.બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવતા તપાસ કરશે.જે બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવશે.આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. જિલ્લા પંચાયતની બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે બીજી કોઈ જાનહાનિ થઈ ન હતી