ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે વધી રહ્યુ છે અને મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. જીવલેણ વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓને જો કોરોના ચેપ લાગે તો રજા આપવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારના નિર્ણય લીધે જો રાજ્ય સરકારના કર્મચારી કોરોના સંક્રમિત થાય તો 10 દિવસની રજા આપવામાં આવશે. જો કોઇ કર્મચારીના ખાતામાં રજા જમા નહીં હોય તો વિશેષ રજા આપવામાં આવનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને મોટી રાહત મળશે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં વિધાનસભા સહિત ઘણી સરકારી ઓફિસોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમિત આવતા વહીવટીતંત્રની ચિંતા વધી ગઇ છે.