વેલેન્ટાઈન વીકમાં કિસડે ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર હોટલ સયાજી ખાતે ઇંગ્લેન્ડની યુવતીની કાઠીયાવડી યુવકની ભારતીય સંસ્કૃતિ મુજબ સગાઈ સંપન્ન થઈ હતી.
રાજકોટમાં રહેતા વૈદ્ય પરિવારનો દીકરો કિશન અભ્યાસ કરવા માટે જ્યારે ઇંગ્લેન્ડ ગયો તે વખતે સાથે અભ્યાસ કરતી યુવતી એલી સાથે તેની ફ્રેન્ડશીપ થતાં બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બન્ને એ પોતાના પરિવારજનોને લગ્ન વિશે વાત કરતા પરિવારની સહમતીથી લગ્નની અનુમતિ મળતા એલીના પરિવારજનો ખાસ રાજકોટ આવ્યા અને રાજકોટમાં સગાઈ કરવામાં આવી અને હવે લગ્ન પણ હિન્દૂ સંસ્કૃતિ મુજબ થશે.
રાજકોટમાં આવેલા એનીના પરિવારજનો ભારતીય સંસ્કૃતિ, ક્લચર,ફૂડ બધું જોઈ ખુબજ પ્રભાવિત થયા હતા.
આમ, વિદેશી યુવતી અને રાજકોટના યુવક વચ્ચે વેલેન્ટાઈન ડે નું વીક ફળ્યું હતું અને બરાબર વેલેન્ટાઈન ડે ના એક દિ પહેલા કિસ ડે ના રોજ સગાઈ સંપન્ન થઈ હતી.