આખરે ગુજરાતમાં કોંગ્રેસનો સીએમ પદનો યુવા ચહેરો મળી ગયો છે અને પાટીદારોમાં એક સમયના મસીહા ગણાતા હાર્દિક પટેલ સૌથી નાની વયે મુખ્યમંત્રી બની શકે છે, કોંગ્રેસ હાઇ કમાન્ડે નોંધ્યું કે ગુજરાતી પાટીદારો સરકાર બનાવી જાણે છે અને ભાજપમાં કેશુભાઈ વખતે જે જુવાળ હતો તેવો ચહેરો હાર્દીક પટેલ છે અને પાટીદારો ભૂતકાળ ભૂલી ફરી હાર્દિક પટેલને અપનાવે તે માટે વ્યૂહરચના તૈયાર કરી છે.
હાઈ કમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસના સીએમ ના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલના નામના પ્રસ્તાવ પર આજે પહેલી એપ્રિલ ના રોજ મહોર લગાવી છે.
ગત તા.13 માર્ચ, 2019 પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ અધ્યક્ષ હાર્દિક પટેલ કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પાર્ટીનાં મહાસચીવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં તેઓ પાર્ટીમાં જોડાયા હતા.
જે ઉંમરે કૉંગ્રેસનો કોઈ કાર્યકર પાર્ટીમાં રાજ્યની યુવા કૉંગ્રેસના અધ્યક્ષપદ બનવાનું સપનું જોતો હોય, ત્યારે હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા હતા. જુલાઈ-2020માં જ્યારે આ વાતની જાહેરાત થઈ, ત્યારે તેમને પાર્ટીમાં દોઢ વર્ષ જેટલો સમય પણ નહોતો થયો.
હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી તથા અલ્પેશ ઠાકોરના આંદોલનોને કારણે જે રાજકીય જુવાળ ઊભો થયો, તેનો 2015ની સ્થાનિકસ્વરાજની ચૂંટણી તથા 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસને લાભ થયો હતો
તે વાતની નોંધ લેવામાં આવી હતી,જોકે,કૉંગ્રેસમાં સામેલ થયા તેના અમુક મહિના પહેલાં ઑગસ્ટ-સપ્ટેમ્બર, 2018માં હાર્દિક પટેલે અનશન કર્યા હતા પણ તે વખતે ઑગસ્ટ-2015 જેવી સફળતા મળી ન હતી. જેના કારણે તેમની લોકપ્રિયતા દાવ ઉપર લાગી પણ પાટીદારો માં એક સમયે રસ્તા અને નેટ બંધ કરાવી દેનાર હાર્દિક પટેલને જો પાટીદારો માફ કરી ફરી ચાન્સ આપેતો હાર્દીક પટેલ સમાજ અને જનતા માટે ઘણું કરી શકે તે વાત ધ્યાને લઇ પાટીદારો અગ્રણીઓ ને વિશ્વાસ માં લેતા પાટીદારો એ પણ જૂની વાતો ભૂલી જઈ મન મનાવી લેતા હાલ હાર્દીક પટેલ ને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી ચુંટણી લડવા આજે પહેલી એપ્રિલ ના રોજ તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે.
આજે પહેલી એપ્રિલના રોજ કોંગ્રેસના નેતાઓ અને હાઇ કમાન્ડ દ્વારા હાર્દિક પટેલના નામને આખરી મહોર મારતા હવે હાર્દિક પટેલ સીએમ નો ચહેરો બનશે
ગુજરાતમાં કૉંગ્રેસની હાલત કથળેલી છે અને દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારમાં પણ સંબંધીઓને જિતાડી શક્યા નથી ત્યારે યુવા નેતા હાર્દિક પટેલ માટે મોટી તક પણ છે એમ નિષ્ણાતો માને છે. અલબત્ત,આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ માનભેર જીતી શકે તે માટે હાર્દિક પટેલ ને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી ચૂંટણી લડવા ચક્રો ગતિમાન થયા છે.
નોંધનીય છે કે આજે પહેલી એપ્રિલ(એપ્રિલ ફૂલ) પણ છે અને આ સ્ટોરી વાંચકો ને પસંદ આવી હશે,
સત્યડે દ્વારા તમામ વાચકોને પહેલી એપ્રિલ નિમિત્તે ‘એપ્રિલ ફૂલ’!!!!