એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે ઘઉંની ખરીદી લગભગ 27 મિલિયન ટન થઈ શકે છે. ભારતની ઘઉંની પ્રાપ્તિ એક વર્ષ અગાઉની સરખામણીએ 2022માં ઘટીને 18.8 મિલિયન ટન થઈ હતી. તાપમાનમાં અચાનક વધારો થતાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે મે 2022માં ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. છેલ્લા દાયકામાં વાર્ષિક સરેરાશ ઘઉંની ખરીદી 31.5 મિલિયન ટન રહી છે.
અત્યાર સુધીમાં 26 મિલિયન ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, સરકારે અત્યાર સુધીમાં 26 મિલિયન ટન ઘઉંની ખરીદી કરી છે અને હજુ પણ ખરીદી ચાલુ છે. આ મહિને મધ્ય ભારતમાં ઘઉંના ભાવ 5% વધીને 2,325 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. સરકાર રૂ. 2,125ના દરે ખરીદી કરી રહી છે. આ વર્ષે ઘણા ખેડૂતોએ આ આશામાં તેમની ઉપજ રોકી રાખી છે કે જ્યારે પુરવઠો ઘટશે ત્યારે ગયા વર્ષની જેમ ભાવ વધશે.