ગુરુવારે શેરબજાર નબળું ખુલ્યું હતું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 440 પોઈન્ટ ઘટીને 65,400 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 120 પોઈન્ટ ઘટીને 19,500ની સપાટીએ પહોંચી ગયો છે. મેટલ સેક્ટર નરમ બજારમાં છે. નિફ્ટીમાં, મજબૂત પરિણામો પાછળ બજાજ ઓટો 4% વધ્યો, જ્યારે વિપ્રોના શેર 3% ઘટ્યા. ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 551 પોઈન્ટ ઘટીને 65,877 પર બંધ થયો હતો.
