Bloomberg Billionaires Index Report: ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને અમીરોની યાદીમાં મોટો ઝટકો લાગ્યો છે. તેમને ફેસબુકના માલિક અને CEO માર્ક ઝકરબર્ગે પાછળ છોડી દીધો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી 12મા સ્થાનેથી 13મા સ્થાને પહોંચી ગયા છે. Facebook Metaverse ની મૂળ કંપની છે. તમને જણાવી દઈએ કે ઝકરબર્ગની સંપત્તિમાં એક દિવસમાં 10.2 અબજ ડોલરનો વધારો થયો છે. આ ફેરફાર બાદ તેમની નેટવર્થ $87.3 બિલિયનને વટાવી ગઈ છે. હાલમાં અંબાણી પાસે $82.4 બિલિયનની સંપત્તિ છે. માર્કની નેટવર્થમાં આ ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ મેટાવર્સના સ્ટોકમાં 14 ટકાનો વધારો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના ટોપ-5 ધનિકોની યાદીમાં હજુ કોઈ ફેરફાર થયો નથી. બર્નાલ્ટ આર્નોલ્ટ નંબર વન, એલોન મસ્ક, જેફ બેઝોસ, બીજા નંબર પર બિલ ગેટ્સ અને પાંચમા નંબરે વોરેન બફેટ છે.
માર્કના શેર વધાવા પાછળ શું છે મુખ્ય કારણ?
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ પ્રથમ ક્વાર્ટરનો નફો અને વોલ સ્ટ્રીટની અપેક્ષા કરતાં વધુ કમાણી નોંધાવી છે. જેના કારણે કંપનીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. મેટાએ અહેવાલ આપ્યો છે કે તેના ફ્લેગશિપ પ્લેટફોર્મ ફેસબુકના માસિક વપરાશકર્તાઓની સંખ્યા પણ ત્રણ અબજની નજીક પહોંચી ગઈ છે. મેટા પ્લેટફોર્મ્સ ઇન્કએ તાજેતરમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે $5.71 બિલિયન (રૂ. 4,66,22,43,55,000) અથવા શેર દીઠ $2.20 નો નફો નોંધાવ્યો છે. તે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં $7.47 બિલિયન અથવા $2.72 પ્રતિ શેરના નફા કરતાં 19 ટકા નીચે છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક ત્રણ ટકા વધીને $28.65 બિલિયન સુધી પહોંચી છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં $27.91 બિલિયન હતી. જોકે, વિશ્લેષકો $27.67 બિલિયનની આવક પર શેર દીઠ $2.02ના નફાની અપેક્ષા રાખતા હતા.