દર બે મહિને યોજાતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગના આજે પરિણામ આવ્યા.તહેવારોની સિઝનમાં આ પોલિસી રિવ્યૂ પર દરેકની નજર ટકેલી હતી .જોકે, આ વખતે પણ અપેક્ષા મુજબ સમિતિ બેન્ચમાર્ક પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નહીં અને વ્યાજ દર 6.50% પર યથાવત્ રાખવામાં આવી. RBI ગવર્નેરે જણાવ્યું કે મોંધવારીને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
